ગુજરાત
News of Thursday, 12th September 2019

ગુજરાતને સુપરફાસ્ટ તેજસની ભેટ: અમદાવાદ- મુંબઈ વચ્ચે આધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે

માત્ર 6થી 7 કલાકમાં જ અમદાવાદમાંથી મુંબઈ પહોંચાડી દેશે: વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે.

અમદાવાદ : ગુજરાતને બુલેટ ટ્રેન મળે તે પહેલા સુપરફાસ્ટ તેજસ ટ્રેનની ભેટ મળશે. આગામી નવેમ્બર માસથી અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે. સુપરફાસ્ટ તેજસ ટ્રેન નવેમ્બર માસથી દોડશે. ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમવાર ખાનગી ટ્રેન દોડશે. માત્ર 6થી 7 કલાકમાં જ અમદાવાદમાંથી મુંબઈ પહોંચાડી દેશે.

સપ્તાહમાં 6 દિવસ ચાલનાર તેજસ ટ્રેન અમદાવાદથી દરરોજ સવારે 6:10 કલાકે ઉપડશે. મુંબઈ સેન્ટ્રલ બપોરે 1 વાગ્યે પહોંચશે. મુંબઈથી પરત બપોરે 3:40 કલાકે અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદ રાત્રે 10 કલાકે પહોંચશે. ટ્રેન માર્ગમાં વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં એલઈડી સ્ક્રિન, એટેન્ડન્ટ બટન, યુએસબી ચાર્જિંગ, ફી ચા-કોફીના વેન્ડિંગ મશિન સહિતની સુવિધા હશે.

(8:46 am IST)