News of Wednesday, 12th September 2018
અમદાવાદમાં હવે ડોર ટુ ડમ્પ કચરો ઉપાડવા માટે નાગરીકોએ ચાર્જ ચુકવવો પડશે ?
એક ઘર દીઠ 1 રૂપિયો જ્યારે કોમર્શિયલ એકમ દીઠ પ્રતિ દિવસના 2 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
અમદાવાદ :અમદાવાદમાં હવે ડોર ટુ ડમ્પ કચરો ઉપાડવા માટે હવે નાગરીકોએ ચાર્જ ચુકવવો પડશે. એક ઘર દીઠ 1 રૂપિયો જ્યારે કોમર્શિયલ એકમ દીઠ પ્રતિ દિવસના 2 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. એનો મતલબ એ કે અમદાવાદમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ઘર દિઠ વર્ષે 365 રૂપિયા જ્યારે કોર્મશિયલ એકમને 730 રૂપિયા ચૂકવવા પડશે.
એએમસી તંત્ર આ વસૂલત પ્રોપર્ટી બિલ મારફતે કરશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરાશે અને બે દિવસમાં આ અંગે નિર્ણય લેવાય શકે છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માર્ક લેવા માટે આ રીતે નિર્ણય લેવાયો છે.
(1:03 am IST)