ગુજરાત
News of Wednesday, 12th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત :નવા 1152 પોઝીટીવ કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 74,390 થયો :વધુ 18 લોકોના મોત : મૃત્યુઆંક 2715 થયો

સુરતમાં સૌથી વધુ 272 કેસ, અમદાવાદમાં 159 કેસ , વડોદરામાં 120 કેસ, રાજકોટમાં 95 કેસ, જામનગરમાં 38 કેસ, ભાવનગરમાં 46 કેસ,અમરેલીમાં 35 કેસ,પંચમહાલમાં 34 કેસ અને ગીર સોમનાથ-કચ્છ અને અમરેલીમાં 27-27 કેસ નોંધાયા : વધુ 977 દર્દીઓ સાજા થતા કુલ 57393 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1152  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 74390 થઇ છે જયારે આજે વધુ 18 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2715 થયો છે બીજીતરફ આજે વધુ 977 દર્દીઓ સાજા થતા કુલ  57393લોકોએ કોરોના સામે જંગ જીતયો છે

  રાજ્યમાં હાલમાં કુલ 14282 એક્ટિવ કેસ છે જેમાં 14207 સ્ટેબલ છે અને 75 દર્દીઓ વેન્ટિલેટર પર છે

     આજે નોંધાયેલા નવા 1152 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 195 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 147 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 272 થયા  છે  અમદાવાદ જિલ્લામાં 159 કેસ  નોંધાયા છે જયારે વડોદરામાં 120 કેસ, રાજકોટમાં 95 કેસ, જામનગરમાં 38 કેસ, ભાવનગરમાં 46 કેસ,અમરેલીમાં 35 કેસ,પંચમહાલમાં 34 કેસ અને ગીર સોમનાથ-કચ્છ અને અમરેલીમાં 27-27 કેસ નોંધાયા છે 

(8:22 pm IST)