ગુજરાત
News of Wednesday, 12th August 2020

વડોદરામાં અકોટાની ફાઇનાન્સ કંપનીમાંથી છુટા કરાયેલ એકઝીક્યુટીવે ભાઈ સાથે મળી ઓફિસમાં ધમાલ મચાવી : સંચાલકને ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:અકોટાની ફાઇનાન્સ કંપનીમાંથી કાઢી મુકાયેલા સેલ્ક એક્ઝિક્યુટિવ અને તેના ભાઇએ ઓફિસમાં ધાંધલ મચાવી સંચાલકને ધમકી આપી હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

અકોટાના રામપુરામાં મ્રિડા ઇન્ડિયા નિધિ લિ.નામની ઓફિસ ધરાવતા સર્વોજીત દેસાઇએ પોલીસને કહ્યું છે કે,અમારે ત્યાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા ભાવેશ ગોડસે ગ્રાહકોને કંપની વિશે ભડકાવતો હોવાથી તેમજ તેણે ઉઘરાણીના રૃા.૬૭૦૦ ંકંપનીમાં જમા નહીં કરાવ્યા હોવાથી તેને ઠપકો આપી નોકરીમાંથી છૂટો કર્યો હતો.

જેથી ભાવેશે ઓફિસનું કોમ્પ્યુટર,ખુરશી તેમજ અન્ય ચીજોની તોડફોડ કરી હતી.જ્યારે તેના ભાઇએ તમે પાકતી મુદતે લોકોને રૃપિયા આપતા નથી તેમ કહી જોઇ લેવાની ધમકી આપી હતી.ગોત્રી પોલીસે  બનાવ અંગે ભાવેશ જીવનચંદ્ર ગોડસે (રહે.ગોકુલધામ વીએમસી ક્વાર્ટર્સ,સમતા ચોકી પાસે, ગોરવા) અને રાજા સામે ગુનો નોંધ્યો છે.

(11:21 am IST)