ગુજરાત
News of Friday, 12th July 2019

શામળાજી પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હાનો વોન્ટેડ આરોપી રાજેશ ડામોર ઝડપાયો

અરવલ્લી એસઓજીએ આશ્રમ ચાર રસ્તા પાસેથી દબોચી લીધો

 

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસ મથકના વિસ્તારમાં પ્રોહીબીશન હેઠળ ગુનો આચરી નાસતા ફરતા આરોપીને અરવલ્લી એસઓજી પોલીસે બાતમીના આધારે શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસેથી દબોચી લીધો હતો. નાસતા ફરતા આરોપીને ઝડપી એસઓજીએ વધુ કાર્યવાહી માટે શામળાજી પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

  . અંગે મળતી વિગતો અનુસાર શામળાજી પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબીશન હેઠળ ગુનો આચરીને રાજેશ બદાજી ડામોર (રહે. કાળીડુંગરી, ભિલોડા) વિરૂધ્ધ શામળાજી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આરોપી ગુનો આચરીને પોલીસ પકડથી નાસતો ફરતો હતો. ત્યારે અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે આરોપી શામળાજી ખાતે આવેલ આશ્રમ ચાર રસ્તા પાસે આવવાનો છે. બાતમીને આધારે એસઓજીની ટીમે  આશ્રમ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી દરમિયાન આરોપી પોલીસના હાથે લાગી જતાં તેને દબોચીને આગળની કાર્યવાહી સારું શામળાજી પોલીસને સુપ્રત કર્યો હતો. જ્યારે શામળાજી પોલીસે આરોપીનો કબ્જો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:50 am IST)