ગુજરાત
News of Friday, 12th July 2019

ડીસાના કંસારી નજીક અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક સવાર સોની યુવકનું મોત;મિત્ર ભાગી ગયો

અકસ્માત બાદ બાઇકમાં સાથે રહેલ મિત્ર ભાગી જતા શંકાકુશંકા

 

ડીસા : ડીસા તાલુકાના કંસારી નજીક તાજેતરમાં ગાય  અડફેટે ઠક્કર સમાજના વ્યક્તિનું મોત નિપજ્યા બાદ.ગત રાત્રીના ડીસાના સોની સમાજ ના આશાસ્પદ  યુવકનું અજાણ્યા વાહન ચાલકે ટક્કર મરતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેની જાણ તાલુકા પોલીસ ને કરતાં પોલોસે વધુ તપાસ હાથ ધરી હતી.

  અંગે મળતી વિગત મુજબ ડીસાના લાલચાલી ખાતે રહેતા વિનોદ ગણપતલાલ સોની (ઉવ 25) પોતાનું બાઈક . GJ8BE -4841 લઈ તેના મિત્ર સાથે ધાનેરા તરફ રાત્રીના 11 વાગ્યા ના સુમારે જઈ રહ્યો હતો તે દરમિયાન કંસરી નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકની ટક્કર વાગતા વિનોદ ભાઈ નું ઘટના સ્થળે મોત નિપજતા સાથે રહેલ તેમનો મિત્ર ભાગી જતા અનેક તર્ક વિતારકો સર્જાયા હતા

  અકસ્માત થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે આવી લાસ નો કબ્જો મેળવી ડીસા સિવિલ હોસ્પિટલમાં પી એમ અર્થે ખસેડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતમાં મિત્ર ભાગી જતા પરિવાર જનો માં શંકા કુસંકા સર્જાઈ હતી...

(12:48 am IST)