ગુજરાત
News of Friday, 12th July 2019

સાંજે વલસાડમાં ધોધમાર વરસાદ :ઠેર-ઠેર પાણી ભરાયા

ઉમરગામ, કપરાડા, ધરમપુર, પારડી અને વાપીમાં વરસાદે હાથતાળી આપી

 

વલસાડમાં આજે સાંજ સુધીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયુ હતુ. જયારે વલસાડના ઉમરગામ, કપરાડા, ધરમપુર, પારડી અને વાપીમાં વરસાદે હાથતાળી આપી હતી. શહેરીજનોએ ફક્ત વાદળછાયા વાતાવરણથી સંતોષ માનવો પડ્યો હતો.

   ગુજરાતમાં અપરએર સાયક્લોનિક સિસ્ટમ રચાતાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતા વધી છે. આગામી બે દિવસમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસસે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે.

(10:22 pm IST)