ગુજરાત
News of Friday, 12th July 2019

દાહોદના પંચવાડામાં પ્રસૂતાનું મોત : પરિવારજનોએ હોબાળો મચાવ્યો :ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો

અધિકારીઓ અને આગેવાનોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

દાહોદ જિલ્લાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો

આ અંગે  મળતી વિગત મુજબ દાહોદ જિલ્લામાં આવેલા ધાનપુર તાલુકાના મોટીમલુના રહેવાસી સુરતાબેન કટારાને  પ્રથમ પ્રસૂતી પીડા ઊપડતાં સુરતાબેનને ગરબાડા તાલુકાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમણે પ્રસૂતિ માટે દાખલ કરી સારવાર શરૂ કરી હતી

  મોડી રાત્રે હોસ્પિટલમાં સુરતાબેનની પ્રસૂતિ કરાવતી વખતે મોત નિપજતા પરિવારજનોમાં રોષ ભાભૂકી ઊઠયો હતો અને પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પરિવારજનો આક્ષેપ હતો કે ડોકટરની બેદરકારીને કારણે મૃત્યુ થયું છે અને જવાબદાર કર્મચારીઓ સામે કાયદેસરના ફોજદારી પગલાં ભરવાની માંગ કરી હતી

  આ ઘટનાને પગલે પાંચવાડા આરોગ્ય કેન્દ્ર ઉપર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર દોડી આવ્યો હતો અને અધિકારીઓએ તેમજ આગેવાનોની સમજાવટ બાદ મામલો થાળે પાડી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી મૃતદેહને પોર્સ્ટ મોર્ટ્મ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

(8:47 pm IST)