ગુજરાત
News of Friday, 12th July 2019

ધાનેરાના કોટડામાં બાળકને દાટી દેવયાની શંકાએ ખાડો ખોદ્યો ખોદતાં સરકારી દવાનો જથ્થો મળ્યો :ભીનું સંકેલવાના પ્રયાસ

દવા દાટી દેવાનો બચાવવા પ્રયાસથી ગ્રામજનોમાં રોષ ફેલાયો

ધાનેરા તાલુકાના કોટડા ગામે જમીનમા બાળક દાટી દેવાની આશંકાએ ખાડો ખોદતાં ખાડા માથી દવાઓ મળી આવી હતી.

  આ અંગે સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટી દીધેલો મળતા ટી.એચ.ઓ ધાનેરા તપાસ અર્થે દોડી આવ્યા હતા. ભીનું સકેલવાની કોશિશ કરતા ગામલોકોમાં ભારે રોષ ફેલાયો હતો. દવા દાટી દેનારનો ખુદ ટી.એચ.ઓ.એ બચાવ કરતા સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ વરાળ ઠાલવી હતી. સ્થાનિક લોકોએ જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય તેમ જણાવ્યું હતું. ટી.એચ.ઓ કોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

(8:28 pm IST)