ગુજરાત
News of Friday, 12th July 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌજ્ન્ય મુલાકાત લેતા સલ્તનત ઓફ ઓમાનના ભારતીય રાજદૂત

ઓમાન –ગુજરાત વચ્ચે માઇનીંગ – એગ્રીકલ્ચર – પોર્ટ સેક્ટરના વિકાસની સંભાવનાઓ અંગે પરામર્શ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાત સલ્તનત ઓફ ઓમાનના ભારતીય રાજદૂત શ્રીયુત મુનુ મહાવરે ગાંધીનગરમાં લીધી હતી. 

મુખ્યમંત્રીની સાથે આ મૂલાકાત બેઠક દરમ્યાન તેમણે ઓમાન – ગુજરાત વચ્ચે પરસ્પર રોકાણોની સંભાવનાઓ અંગે ચર્ચાઓ કરી હતી. 

મુખ્યમંત્રીએ માઇનીંગ સેકટર તેમજ એગ્રીકલ્ચર સેકટરના ઉત્પાદનોની આપસી નિકાસ અને પોર્ટ સેકટરમાં સહભાગીતા બાબતે ઓમાનના ભારતીય રાજદૂત સાથે પણ વિચાર-વિમર્શ કર્યો હતો. 

શ્રીયુત મુનુ મહાવર ભારત દર્શન અર્થે ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવેલા છે. 

મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ. કે. દાસ, ઊદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા, ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. રાજકુમાર બેનિવાલ પણ આ વેળાએ જોડાયા હતા. 

(6:59 pm IST)