News of Friday, 12th July 2019
પેટલાદના સુંદરણામાં અગાઉ મહિલાની ચપ્પુના ઘા જીકી હત્યાનો પ્રયાસ કરનારને અદાલતે પાંચ વર્ષની સજાની સુનવણી કરી
પેટલાદ: તાલુકાના સુંદરણા ગામે અઢી વર્ષ પહેલાં એક મહિલા ઉપર ચપ્પાથી જીવલેણ હુમલો કરનાર શખ્સને પેટલાદની એડિશનલ સેસન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને ૫ વર્ષની સજા ફટકારી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૧-૧૧-૧૬ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે સુંદરણા તાબેના શંકરપુરા ખાતે રહેતી શારદાબેન કાંતિભાઈ ઠાકોર ઉપર નજીકમાં જ રહેતા ગોવિંદભાઈ ઉર્ફે કુબી બુધાભાઈ ઠાકોરે ચપ્પાથી હુમલો કર્યો હતો અને પેટની જમણી બાજુ જીવલેણ ઘા મારી દીધો હતો જેથી તેણીને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ઈપીકો કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કરીને ગોવિંદભાઈ ઉર્ફે કુબીની ધરપકડ કરીને તપાસ પૂર્ણ કર્યા બાદ પેટલાદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ.
(5:07 pm IST)