ગુજરાત
News of Friday, 12th July 2019

સુરતમાં અમેબ્રોડરીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને અદાલતે બે વર્ષની સજાની સુનવણી કરી 4.4 લાખનો દંડ ફટકાર્યો

સુરત:એમ્બ્રોડરી લેસ વર્કના પેમેન્ટ પેટે આપેલા રૂ.૨ લાખના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ શિલ્પા કાનાબારે ગુનામાં દોષી ઠેરવી બે વર્ષની સખ્તકેદ તથા રૂ.૪.૪ લાખનો દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. કોર્ટે ફરિયાદીને દંડની રકમમાંથી રૂ.૩ લાખ વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો છે.

એમ્બ્રોડરી લેસનું કામકાજ કરતા ફરિયાદી વિપુલ ડાહ્યાભાઈ કીકાણી (રે.કમલપાર્ક સોસાયટીવરાછા રોડ)એ વર્ષ-૨૦૧૬માં આરોપી વેપારી મયુર શંકર (રે.સૌરાષ્ટ્ર સોસાયટી,એ.કે.રોડ)ના ઓર્ડર મુજબ પ્લેન કાપડ પર વર્ક કરી લેશનું કામકાજ કરી આપ્યું હતુ. જે બીલના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા રૂ.૨.૦૨ લાખના ચેક ફરિયાદીએ બેંકમાં વટાવતા અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા. જેથી ફરિયાદી વિપુલ કીકાણીએ આર.બી.મેંદપરા મારફતે આપેલી નોટીસનો અમલ ન કરતાં આરોપી વિરૂધ્ધ કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

(5:06 pm IST)