ગુજરાત
News of Friday, 12th July 2019

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોએ કરેલ વાવેતરમાં જોખમ ઉભું થયું

હિંમતનગર:વરસાદ ખેંચાતા ઇડર તાલુકા સહિત સાબરકાંઠા જિલ્લાના ૧.૩૯ લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલ કપાસ- મગફળી તથા મકાઈ સહિતના પાક સામે જોખમ ઉભું થયું છે. સારા વરસાદની આશાએ મોંઘાદાટ, બિયારણ તથા દવા- ખાતર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતોની હાલત કફોડી થઈ જવા પામી છે. 
આ ઉપરાંત પડતા પર પાટુ સમાન વરસાદને અભાવે પાકમાં કાતરા તથા ઇયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધી જતા ઉત્પાદન પર પણ વિપરીત અસર થાય તેમ છે. જો નજીકના દિવસોમાં મેઘરાજાનું આગમન નહી થાય તો આ વિસ્તારના ખેડૂત દેવાના બોજ તળે ડૂબી જાય તેવી દહેશત પણ સેવાઈ રહી છે.

(5:05 pm IST)