ગુજરાત
News of Friday, 12th July 2019

વડોદરા : આર્ટસ ફેકલ્ટીના ગુંબજનો કાટમાળ ન હટાવતા વિદ્યાર્થીઓને હાલાકી

વડોદરા:આર્ટસ ફેકલ્ટીના ઐતહાસિક ગૂંબજમાં કાણા પડવાના વિવાદ બાદ આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા પાસેથી એમ.એસ.યુનિવર્સિટીના ગૂંબજના સમારકામ માટેનો કોન્ટ્રાક્ટ સત્તાધીશોએ પાછો લઈ લીધો છે પણ એ પહેલા સમારકામ દરમિયાન નીકળેલા કાટમાળના ઢગલા હજી પણ આર્ટસ ફેકલ્ટીમાં એની એ જ સ્થિતિમાં પડયા છે.

આર્ટસ ફેકલ્ટીના ગૂંબજ નીચેથી અવર જવર કરવાનો રસ્તો પણ સમારકામના ભાગરુપે છેલ્લા ૨ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે.જેના કારણે પણ વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે.જોકે સૌથી મોટો મુદ્દો ફેકલ્ટીમાં પડેલા કાટમાળના ઢગલાનો છે.ઐતહાસિક ઈમારતોના કારણે સામાન્ય રીતે આકર્ષક લાગતુ આર્ટસ ફેકલ્ટીનુ કેમ્પસ હાલમાં ઠેર ઠેર કરાયેલા કાટમાળના ઢગલાના કારણે બદસૂરત દેખાઈ રહ્યુ છે.એટલુ જ નહી આ ઢગલાના કારણે વિદ્યાર્થીઓને અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે.

(5:03 pm IST)