ગુજરાત
News of Friday, 12th July 2019

ગોરવાના મધુનગર નજીક ચાલતા યુવકના હાથમાંથી ફોનની ચીલઝડપ કરનાર આરોપી પોલીસના સકંજામાં

ગોરવા:મધુનગર નજીક ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઈલફોન ઝૂંટવીને ભાગી જનાર આરોપીને ગોરવા પોલીસે ઝડપી પાડી  કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગેની વિગત  એવી છે કે, ગોરવા મધુનગર વિસ્તારમાં રાજીવનગર ખાડામાં રહેતો મુખ્તાર મહેમૂદભાઈ સલમાની ગત ૮મી જુલાઈએ સાંજે સાડાસાત વાગ્યે મધુનગર નજીકની મસ્જિદમાં ગયો હતો. અને ત્યાંથી પરત ચાલતો ચાલતો ઘરે આવતો હતો. તે સમયે બે આરોપીઓએ તેને ધમકી આપી ૮ હજારની કિંમતના મોબાઈલફોનની લૂંટ ચલાવી હતી.

(5:03 pm IST)