ગુજરાત
News of Friday, 12th July 2019

વડોદરા નજીક ચિખોદરામાં ખેડૂત પરિવાર પાસેથી 19.42 કરોડની જમીન છેતરપિંડીથી 85 લાખમાં ખરીદનાર એજન્ટની ધરપકડ

વડોદરા:નજીક આવેલા ચિખોદરા ગામના એક ખેડૂત પરિવાર પાસે જમીન ખરીદનાર ટોળકીએ રૂ.19.42 કરોડની કિંમતની જમીન માત્ર રૂ.85 લાખમાં ખરીદવા કારસો રચતા ક્રાઇમ બ્રાન્ચે વચેટિયા દલાલની ધરપકડ કરી છે.

ચિખોદરા ગામના કનુભાઈ રોહિતની સંયુક્ત માલિકીની અંદાજે અઢી લાખ ફૂટ જમીનનો વચેટિયા રાહુલ બારોટે રૂ.19.42 કરોડમાં સોદો નક્કી કરી ટોકનના રૂ. 51 હજાર આપ્યા હતા. પરંતુ ત્યારબાદ ટોકન પાવતીમાં ફૂટને બદલે મીટરનો ભાવ લખી ખેડૂતની સહી લઈ લીધી હતી.

(5:02 pm IST)