ગુજરાત
News of Friday, 12th July 2019

વીજળીની બાબતમાં સરકાર પરાધીન? ખાનગી કંપનીઓ પાસેથી જંગી વીજ ખરીદીના કરાર

અદાણીના યુનિટના રૂ. ૩.૮૪, એસ્સારના ૩.૧૩, એ.સી.બી. ઇન્ડિયાના ૧.૯૭

ગાંધીનગર તા. ૧ર :.. રાજય સરકારે ખાનગી કંપનીઓ પાસેથી વિજળી ખરીદવા કરેલી કરાર અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પ્રશ્ન પુછતા ઉર્જા મંત્રીએ આંકડાકીય માહિતી આપી હતી. અદાણી પાવર પાસેથી ર૦૧૯-ર૦ મુજબ (પ્રોવીઝનલ) યુનિટ દિઠ રૂ. ૩.૮૪, એસ્સાર પાસેથી રૂ. ૩.૧૩, એસીબી ઇન્ડિયા પાસેથી ૧.૯૭ અને કોસ્ટલ ગુજરાત પાવર કંપની પાસેથી ર.૭૯ રૂપિયાના યુનિટ લેખે ખરીદવા કરાર કરવામાં આવેલ છે. રાજય સરકારના તા. ૧-૧ર-ર૦૧૮ ના નિતી વિષયક નિર્ણય મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા તા. પ-૧ર-૧૮ ના રોજ મે. અદાણી મુન્દ્રા પાવર લી. સાથે સપ્લીમેન્ટલ કરાર થકી ર૦૦ મે. વો. (બીડ-૧) અને ર૩૪ મે. વો. (બીડ-ર) વધારાની વીજ ક્ષમતા કરારીત કરવામાં આવેલ છે. ઉપરોકત વધારાની વીજ ક્ષમતા માટે કાર્યકાળ અને ફિસ્ક ચાર્જની ચુકવણી મુળ વિજ કરાર મુજબ રહેશે. વધુમાં, ઉપરોકત રાજય સરકારના નિર્ણય મુજબ, કોસ્ટલ ગુજરાત પાવર લી., અદાણી પાવર અને એસ્સાર પાવરને કરાર હેઠળ માનનીય વિજ નિયમન આયોગની મંજૂરી મેળવ્યા બાદ, બળતણ ખર્ચ અન્વયે હકિકતમાં થયેલ ખર્ચની ચુકવણી કરવાની રહેશે.

(5:07 pm IST)