ગુજરાત
News of Friday, 12th July 2019

સરવનકુમાર સુબ્રમણિયમ અને હરદેવસિંહ જાડેજાને શિરે કેસ્ટ્રોલ સુપર મેકેનીક-૨૦૧૯નો તાજ

અમદાવાદ : સરવન કુમાર સુબ્રમણિયમ અને હરદેવસિંહ જાડેજા ભારતમાં અગ્રણી વાહન અને ઔદ્યોગીક લુબ્રિકન્ટ ઉત્પાદન કંપની કેસ્ટ્રોલ ઇન્ડિયા આયોજીત ઝાકમઝાળ ભરી ફિનાલેમાં કેસ્ટ્રોલ સુપર મીકેનીક સ્પર્ધા ૨૦૧૯ના વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. તામિલનાડુના કોઇમ્બતુરનો સરવન કુમાર સુબ્રમણિયમ બાઇક શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. જયારે ગુજરાતના મોરબીનો હરદેવસિંહ જાડેજા કાર શ્રેણીમાં વિજેતા જાહેર કરાયો હતો.

તામિલનાડુના ચેન્નાઇનો કે જયવેલ અને મહારાષ્ટ્રના કોલ્હાપુરનો કિશોર કલાલ પાગટાકે અનુક્રમે કાર અને બાઇક શ્રેણીમાં રનર અપ જાહેર કરાયા હતા. કેસ્ટ્રોલ સુપર મીકેનીક સ્પર્ધાની ત્રીજી આવૃતિમાં દેશભરમાંથી વિક્રમી ૧.૨૭ લાખ મીકેનીકોએ ભાગ લીધો હતો જેમાંથી ૪૦ વચ્ચે આખરી તબકકામાં સ્પર્ધા થઇ હતી જેની વાહનની ટેકનોલોજીએ અને લુબ્રીકન ઉદ્યોગ વિશે તેમને વ્યાપક જ્ઞાન મેળવવા સાથે તેમની કુશળતા અને કાબેલીયતની પણ કસોટી થઇ હતી. કેસ્ટ્રોલ ઉપર મેકેનીક વાઇસ પ્રેસીડન્ટ કેદાર આપ્ટે દ્વારા સન્માનીત કરાયા હતા.

(3:24 pm IST)