ગુજરાત
News of Friday, 12th July 2019

અમદાવાદમાં નવા રહેણાંકોમાં ૧૫૭ ટકા અને વેચાણમાં ૧.૫ ટકાનો વધારો : નાઇટ ફ્રેન્ક રીપોર્ટ

અમદાવાદ : નાઇટ ફેન્ક ઇન્ડિયા ટ્રડેએ પોતાના ફલેગશિપ અર્ધવાર્ષિક અહેવાલની ૧૧મી આવૃતિ ઇન્ડિયા રીયલ એસ્ટેટ રજૂ કરી હતી. આ અહેવાલમાં જાન્યુઆરીથી જૂન ૨૦૧૯ (એચ-૧ ૨૦૧૯)ના સમયગાળા દરમિયાન આઠ શહેરોના રહેણાંક અને ઓફીસ માર્કેટ પ્રદર્શનનું વિગતવાર એનાલીસીસ કરવામાં આવતા અહેવાલ સામે આવ્યુ છે કે અમદાવાદમાં યર ઓન યર (વાયઓવાય) રહેણાંક સ્કીમોમાં ૧૫૭%નો અધધ કહી શકાય તેટલો વધારો થયો છે એચ-૧ ૨૦૧૮માં ૧૩૨૩ થી વધીને એચ.૧ ૨૦૧૯માં ૩૩૯૮ થઇ ગયા છે.

નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના અમદાવાદ બ્રાંચના ડાયરેકટર બલબિરસિંઘ ખાલસાએ કહ્યુ છે કે, ૨૦૧૯નો પ્રથમ હાફ અમદાવાદ શહેરના ઓફીસ માર્કેટ માટે ઘણો જ ઉત્સાહજનક રહ્યો છે જેમાં એચ-૧ ૨૦૧૮ની તુલનામાં વેચાણ પણ વધ્યુ છે તેનુ એક મુખ્ય કારણ એ છે કે નાની બજારોમાં ગુણવતામાં ઘણો વધારો જોવા મળ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના ઓફીસ માર્કેટમાં ધીમે ધીમે પરંતુ સાતત્યપુર્ણ રીતે વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને એસજી હાઇવેના આસપાસના વિસ્તારમાં આ વધુ જોવા મળે છે. ઇન્ફ્રાસ્ટ્રકચરમાં જરૂરી બાબતોનો સમાવેશ કરાયો છે અને ડેવલોપર્સ પણ કંપનીઓની જરૂરીયાત મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં જરૂરી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ડેવલોપર્સ પણ કંપનીઓની જરૂરીયાત મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચર પુરૂ પાડે છે ભલે કંપનીને શહેરમાં નવો વિસ્તાર કરવો હોય કે પછી જયાં ત્યાં જ વિસ્તાર કરવો હોય પરંતુ ડેવલોપર્સ તેમને તેમની જરૂરીયાતો પૂરી પાડે છે જેથી કરીને તેમાં વધારો જોવા મળ્યો હોવાનુ જણાવાયુ હતુ.

(3:23 pm IST)