ગુજરાત
News of Friday, 12th July 2019

ખેડૂતોને શિક્ષત કરવા ધાનુકા એગ્રીટેક અને આણંદ કૃષિ યુનિ. સાથે જોડાણ

અમદાવાદ : એક અગ્રણી એગ્રોકેમીકલ કંપની ધાનુકા એગ્રીટેક લી. અને આણંદ કૃષિ યુનિ. દ્વારા વર્કશોપ સુરણા સકલનુ આયોજન કર્યુ હતુ. જેમાં ભારતીય ખેડૂતોને એક નવી વિદેશી જીવાત ફોલ આર્મી વોર્મના જોખમોનો સામનો કેવી રીતે કરવામાં આવે તે સમજાવવામાં આવ્યુ હતુ.

 ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ વર્કશોપ યોજાઇ હતી. આણંદ ખાતે આણંદે કૃષિ યુનિ.ના ઉપકુલપતી ડો.એન.સી.પટેલે અધ્યક્ષપદ સંભાળ્યુ હતુ. મકાઇના પાક પર હુમલો કરતી આ ક્રમક જીવાત ફોલ આર્મી વોર્મે ગયા વર્ષે દેશના દક્ષિણ અને પશ્ચિમી ભાગોમાં પાકને ઘણુ નુકશાન કર્યેુ હતુ આ જીવાત કર્ણાટકમાં સૌ પ્રથમ વખત જોવા મળી હતી અને ક્રમશઃ કેટલાક અન્ય રાજયોમાં પણ તે ફેલાઇ હતી.

મકાઇના ખેડૂતો વૈજ્ઞાનિકો અને નિતી ઘડનારાઓ માટે તે હજી પણ ગંભીર ચિંતાજનક બાબત છે આ વર્કશોપમાં વૈજ્ઞાનિકો, ચોકકસ વિષયના નિષ્ણાંતો, ખેડૂતો, વિતરકો, કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓ કૃષી વિજ્ઞાન કેન્દ્ર અને રાજયના કૃષિ વિભાગ વગેરેમાંથી આવેલા લોકોએ આ  સમસ્યા અને આ જીવાતનો સામનો કરવા માટેના શ્રેષ્ઠ એગ્રોકેમીકલ અંગે ચર્ચા કરી હતી.

(3:23 pm IST)