ગુજરાત
News of Friday, 12th July 2019

સુરત : લુમ્સના કારખાનામાં કરંટ લગતા કારીગરનું મોત : કર્મીઓનો હોબાળો : સબવાહિનીમાં તોડફોડ

મૃતક માટે 10 લાખના વળતરની માંગ : મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

સુરતના બમરોલી વિસ્તારના ઓમનગરમાં લુમ્સના કારખાનમાં કામ કરતા કારીગરને કરંટ લાગવાથી મોત નિપજતા રોષે ભરાયેલ કારીગરોએ ભારે હોબાળો મચાવી સબ વાહીનીમાં તોડફોડ કરી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારના  જગન્નાથ નગરમાં રહેતા મૂળ ઓડીસાનો રહેવાસી ૪૦ વર્ષીય દયા ભાઈ ગોડ પાંડેસરા બમરોલીમાં ઓમનગર ખાતે લુમ્સના કારખાનામાં કામ કરતા હતા.તેઓને કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું એક કારીગરના મોત બાદ અન્ય કારીગરોએ ભારે હોબાળો મચાવ્યો હતો ઘટનાની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસ સહિતનો ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જયાં રોષે ભરાયેલ કારીગરોએ મૃતક માટે રૂપિયા ૧૦ લાખની સહાયતાની માંગ કરી હતી અને જો માંગ પુરી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઈનકાર કર્યો હતો.

  ઉસ્કેરાયેલા કારીગરોએ મૂર્તકની ડેડ બોડીને પીએમ માટે લઇ જવા આવેલ સબ વાહીનમાં કારીગરોએ તોડફોડ કરી રસ્તા પર ટાયર સળગાવી રસ્તા રોકીને ભારે હોબાળો મચાવ્યો હતો.કારીગરો દ્વારા આક્રોસ વ્યક્ત કરવા સાથે મૃતદેહ સ્વિકારવાની ના પાડી પોલીસ તેમજ મિડીયાકર્મીઓ ઉપર પત્થરમારો કરતા આખરે મામલો થાળે પાડવા પોલીસે ૪ ટીયર ગેસ છોડવા સાથે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.જો કે હાલ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ગોઠવી મામલો શાંત પાડવા કવાયત હાથ ધરી છે.

(1:29 pm IST)