ગુજરાત
News of Friday, 12th July 2019

અમદાવાદ રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે મહિલા ફસાઈઃ મુસાફરો- પોલીસે બહાર ખેંચી બચાવી

ચાલુ ટ્રેનમાં ચડવા જતા જીવ માંડ બચ્યો

અમદાવાદ,તા.૧૨: ગઈકાલે કાલુપુર રેલવે સ્ટેશનથી સોમનાથ એકસપ્રેસ ઉપડી ત્યારે એક અકસ્માત થયો હતો. જેમાં ચાલતી ટ્રેનમાં ચડવા જતા એક મહિલા પેસેન્જર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે આવી ગઈ હતી. તેનો બૂમો સાંભળીને આસપાસ ઊભેલા પેસેન્જર અને આરપીએફના પોલીસ જવાન દોડી ગયા હતા અને મહિલા મુસાફરનો જીવ બચાવ્યો હતો. રાત્રે ૧૦ વાગ્યે આ ઘટના ઘટી હતી.

સ્ટેશનથી ટ્રેન ઉપડે છે ત્યારે એક મહિલા પ્લેટફોર્મ પર ચાલતી દેખાય છે. ત્યારે આરપીએફનો જવાન કંઈક ઈશારો કરે છે. જેને પગલે મહિલા દોડવા લાગે છે અને ટ્રેનના દરવાજાને પકડવા પ્રયાસ કરે છે. દરમિયાન તેનો પગ લસતા તે પ્લેટ અને ટ્રેન વચ્ચે ફસાય છે. દરમિયાન આસપાસના મુસાફરો દોડીને તેને બહાર ખેંચે છે.પોલીસ જવાન પણ તેને બચાવા પહોંચે છે. બાદમાં ટ્રેનમાંથી એક વ્યકિત તેનો હાથ છોડે છે અને પોલીસ કર્મી સહિતના તેને ખેંચીને બહાર લાવતા મહિલાનો જીવ બચાવે છે.

(1:24 pm IST)