ગુજરાત
News of Friday, 12th July 2019

''ઈફકો''ના ફોસ્ફેટીક ખાતરો ભાવમાં થેલીએ રૂ.૧૧૦થી ૧૧૫નો ઘટાડો

રાજકોટ,તા.૧૨: ઈન્ડિયન ફારમર્સ ફર્ટીલાઈઝર કો  ઓપરેટીવ લિમીટેડ (ઈફકો) દ્વારા ઈફકોના ફોસ્ફેટીક ખાતરો (એનપીકે/ ડીએપી)ના ભાવમાં પ્રતિ થેલી રૂ.૧૦૦ થી ૧૧૫નો ભારે ઘટાડો કરવામાં આવેલ છે.

ઈફકોના ફોસ્ફેટીક ખાતરોના નવા ભાવ આ મુજબ છે. (૧) ઈફકો ડી.એ.પી. રૂ.૧૩૦૦ પ્રતિ થેલી, (૨) ઈફકો ૧૦:૨૬:૨૬- રૂ.૧૨૫૦ પ્રતિ થેલી, (૩) ઈફકો ૧૨:૩૨:૧૬- રૂ.૧૨૬૦ પ્રતિ થેલી. તેમ શ્રી એનએસ પટેલ (સ્ટેટ માર્કેટિંગ મેનેજર ઈફકો- અમદાવાદ)ની યાદીમાં જણાવાયું છે.

(1:21 pm IST)