ગુજરાત
News of Friday, 12th July 2019

આંગડિયા પેઢીમાં લાખોની લૂંટ મામલે બે પોલીસની ધરપકડઃ પોલીસબેડામાં ચકચાર

સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોંકાવનારા તથ્યો પોલીસને હાથ લાગ્યા

રાજકોટઃ મહેસાણામાં તાજેતરમાં થયેલી આંગડિયા પેઢીમાં લૂંટનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. સમગ્ર પ્રકરણમાં બે પોલીસકર્મીની સંડોવણી સામે આવતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૭ આરોપીની ધરપકડ કરી છે.

૮ જુલાઇના રોજ વિજાપુરમાં કોલવડા પાસે રાજેશ મગન પટેલ આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવવામાં આવી હતી.

સૌપ્રથમ પોલીસે મહત્વના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, બાદમાં ચોંકાવનારા તથ્યો પોલીસને હાથ લાગ્યા હતા. લૂંટની ઘટનામાં બે પોલીસકર્મીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આ બંને પોલીસકર્મીમાં એક ડીવાયએસપી કચેરીનો ડ્રાઇવર અને એક કમાન્ડો હોવાનું બહાર આવ્યું છે.

આરોપી પોલીસકર્મી સામે ખાતાકીય તજવીજ કરીને સસ્પેન્ડ કરવાના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

(1:19 pm IST)