ગુજરાત
News of Friday, 12th July 2019

સોમવારે અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાય તેવી શકયતા : ઠાકોર સેનાના કાર્યકરોને હાજર રહેવા સૂચના

કમલમમાં અલ્પેશ સાથે મોટી સંખ્યામાં ઠાકોર સેનાના કાર્યકરો પણ જોડાશે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સોમવારે ભાજપમાં જોડાવાની પ્રબળ શક્યતા છે. જેના માટે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોને ગાંધીનગરમાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે કમલમમાં અલ્પેશ સાથે મોટી સંખ્યામાં ઠાકોર સેનાના કાર્યકરો પણ જોડાશે. ભાજપમાં સામેલ થતાની સાથે બન્નેની બેઠક યથાવત રહેશે. કેબિનેટના વિસ્તરણ વખતે અલ્પેશને પ્રધાન પદુ અને ધવલસિંહનુ ધારાસભ્ય પદ યથાવત રાખવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યુ છે.

(1:03 pm IST)