ગુજરાત
News of Friday, 12th July 2019

ડો. ચંદ્રકાન્ત મહેતા પ્રેરણાદાયક પુસ્તકોના સર્જકઃ રાજયપાલના હસ્તે પાંચ પુસ્તકોનું વિમોચન

રાજભવન ગાંધીનગર ખાતે યોજાયેલ ડો. ચંદ્રકાન્ત મહેતાના(મો. ૯૮ર૪૦ ૧પ૩૮૬)  પાંચ પુસ્તક વિમોચન પ્રસંગે રાજયપાલશ્રી ઓ.પી. કોહલી સાથે શ્રી નરહરિ અમીન, શ્રી એલ.ડી. દસાઇ, શ્રી ધીરેન્દ્રસિંહ તોમર, ડો. સુધીર શાહ, ડો. ચંદ્રકાન્ત મહેતા, શ્રી પ્રફુલ્લ રાવલ અને ડો. કુમારપાળ દેસાઇની તસ્વીર

રાજકોટ : જાણીતા લેખક-સાહિત્યકાર ડો. ચંદ્રકાન્ત મહેતાના પાંચ પુસ્તકોનો વિમોચન સમારંભ રાજભવન ખાતે યોજાયેલ. રાજયપાલ શ્રી ઓ.પી. કોહલીના હસ્તે પુસ્તકોનું વિમોચન થયેલ. તેમના કુલ ૧પ૭ પુસ્તકો પ્રસિદ્ધ થયા છે.

રાજયપાલશ્રી અને ડો. કુમારપાળ દેસાઇએ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, મૂલ્યનિષ્ઠા, સકારાત્મકતા અને વ્યકિતત્વ વિકાસલક્ષી પ્રેરણાદાયક પુસ્તકોના સર્જક ડો. મહેતા દીર્ધાયુ સાથે ર૦૦ પુસ્તકો પ્રકાશિત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. રૂ. ૯રના અલ્પ પગાર સાથે અમદાવાદ નગરપાલિકાના શિક્ષક તરીકે કારકીર્દી શરૂ કરનાર ડો. ચંદ્રકાન્ત મહેતા પારાવાર સંઘર્ષો વેઠી ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન ઉપકુલપતિ અને કુલપતિ બન્યા એ તેમની ઉચ્ચત્તમ પ્રતિભાનો પુરાવો છે. ડો. મહેતાએ પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે, 'હું હું છું, કારણ કે હું અંતઃકરણથી સંવદેનશીલ છું, જીવનને પડકાર માની મોત આવે તે છતાં મરવું નથી, જિંદગી, તારા થકી ડરવું નથી'ની ફિલ્સૂફીમાં માનું છું.

(11:41 am IST)