ગુજરાત
News of Friday, 12th July 2019

અમદાવાદ મનપાનું હેલ્થ વિભાગ સક્રિય :289 એકમોમાં ચેકીંગ :116ને નોટિસ ફટકારી :બે એકમોને સીલ કરાયા

દરેક ઝોનમાં આવેલી કન્સ્ટ્રકશન સાઈટો, સ્કૂલો સિવાય અનેક જગ્યાએ ચેકીંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

  મનપાના  હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોને અટકાવવામાં માટે દરેક ઝોનમાં આવેલી કન્સ્ટ્રકશન સાઈટો, સ્કૂલો સિવાય અનેક જગ્યાએ ચેકીંગ હાથ ધર્યુ હતુ. હેલ્થ વિભાગે 289 એકમો ચેક કરીને 116 ને નોટિસ ફટકારી હતી બે એકમોને સીલ કરવામાં આવ્યા હતા

  . બીજી તરફ એક લાખ 88 હજાર જેટલો ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. પૂર્વ ઝોનમાં નિકોલ ખાતે આવેલી ઘનશ્યામ વિદ્યા મંદિરના સંચાલકની ઓફીસને સીલ કરવામાં આવી હતી. તો પશ્ચિમ ઝોનમાં નારણપુરા ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલના સંચાલકની ઓફીસને પણ સીલ કરવામાં આવી હતી.

(11:11 pm IST)