ગુજરાત
News of Thursday, 12th July 2018

નસવાડીમાં ધોધમાર વરસાદ :નીચાળવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા

તીલકવાડામાં ત્રણ ઈંચ::ગરુડેશ્વરમાં બે ઈંચ, ડેડીયાપાડા અને નાંદોદમાં એક-એક ઈંચ વરસાદ

 

નસવાડીમાં ધોધમાર વરસાદ પડતા નિચાણવાળી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા . સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોની હાલાકી વધી છે. પહેલા વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે.જિલ્લામાં સૌથી વધારે તીલકવાડામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.

  સવારના વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ગરુડેશ્વરમાં બે ઈંચ, ડેડીયાપાડા અને નાંદોદમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે નસવાડી તાલુકામાં પડેલા વરસાદથી મેણ નદી ઉપર બનવવામાં આવેલ ચેક ડેમ ઓવરફ્લો થયો છે.

(12:04 am IST)