ગુજરાત
News of Thursday, 12th July 2018

નવસારીમાં ભારે વરસાદ :અંબિકા-પૂર્ણ નદીમાં ઘોડાપુર ;વધતી સપાટી :750 લોકોનું સ્થળાંતર કરાયું : તંત્ર ખડેપગે

 

નવસારી : નવસારીમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં  24 કલાકથી પડી રહેલા વરસાદનાં કારણે અંબિકા અને પુર્ણા નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. જેના કારણે તાત્કાલીક પગલા લેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેલા 750થી વધારે લોકોનું સલામન સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

  પરિસ્થિતીને પોહંચી વળવા માટે તંત્રે તમામ રીતે કમર કસી લીધી છે. કલેક્ટર દ્વારા લોકોને નદીથી દુર રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં હોય તેમને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે. બચાવ અને રાહત કાર્ય માટે તમામ તંત્ર ખડેપગે છે.

(12:04 am IST)