ગુજરાત
News of Thursday, 12th July 2018

ગણદેવી- અંબિકા ભયજનક સપાટી નજીક:નદીકાંઠાના 23 ગામોને સચેત કરાયા

 નવસારી જીલ્લામાં તથા ઉપરવાસના ડાંગ જીલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે અંબિકા નદીની સપાટી હાલમાં ૨૨.૩૬ ફુટ થઈ ગયેલ છે. જે અન્વયે નદી કાંઠાના ગામો બીગરી, મેંધર, માસા, વાઘરેચ, છાપર, કલમઠા, ભાઠા, મોરલી, ધમડાછા, તોરણગામ, ગડત, ખખવાડા, સોનવાડી, કછોલી, અજરાઇ, ઉંડાચ (લુ.ફ), ઉંડાચ (વા.ફ), ગોંયદી ભાઠલા, દેવધા, સાલેજ, ગણદેવી (શહેર), બીલીમોરા (શહેર) ના નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની જરૂરિયાત જણાય તો તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવું. અને કોઈપણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય તેની જાણ ગામજનોને સૂચના અપાઈ જવા જણાવવામાં આવે છે. વધુમાં કોઈપણ નુકશાન / ઘટના બને તો તાત્કાલિક જીલ્લા કન્ટ્રોલરૂમને જાણ કરવી તેમ જણાવાયું છે

(10:13 pm IST)