ગુજરાત
News of Thursday, 12th July 2018

માણસા-વિજાપુર હાઇવે પર બાઈક ચાલક પર જીવલેણ હુમલો કરી તસ્કરોએ એક લાખ લૂંટી લીધા

માણસા:શહેરમાં પ્રાઈવેટ ફાયનાન્સ કંપનીમાં ક્રેડિટ મેનેજર તરીકે કામ કરતા એક શખ્સને  માણસા તરફ બાઇક પર આવી રહ્યા હતા ત્યારે બાઈક પર મોંઢે રૃમાલ બાંધી બે અજાણ્યા શખ્સોેએ તેમના પર હુમલો કરી તેમની પાસે રહેલી રોકડ રકમ ૧.૧૧ લાખ તથા સાહિત્ય ભરેલો થેલો લઈને પલાયન થઈ ગયા હતા. જે અંગે માણસા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા શખસોની શોધખોળ હાથ ધરી છે.

 


 માણસા શહેરના મુખ્ય માર્ગ પર આવેલી ગ્રામ શક્તિ  કુલ ટોન ઈન્ડિયા ક્રેડિટ કંપનીમાં ગુ્રપ ક્રેડિટ મેનેજર તરીકે ફરજ બજાવતા ચંદુભાઈ કાળુભાઈ પટેલ, મુળ રહે. તાલુકો લીમખેડાવાળા કાલે બપોરે દોઢ વાગ્યાના સુમારે  બાઈક પર મોતીપુરાથી માણસા તરફ આવી રહ્યા હતા ત્યારે બીજા એક બાઈક પર બે અજાણ્યા ઈસમો દ્વારા મોંઢા પર રૃમાલ બાંધી અને તેમની નજીક આવી તેઓને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને તેઓની પાસે રહેલા થેલામાં આશરે એક લાખ રોકડા કંપની તરફથી આપવામાં આવેલ બે ટેબલેટ આશરે રૃપિયા ૮૦૦૦ તથા પ્રિન્ટીંગ મશીન મળી કુલ રૃપિયા ૧.૧૧ લાખ રોકડા તેમજ ગ્રાહકોના પૈસાની લેવડદેવડના હિસાબની માહિતી રજીસ્ટર ભરેલો થેલો તેઓની પાસેથી લૂંટી લઈ  પલાયન થઈ ગયા હતા. જે બાબતની ચંદુભાઈએ કંપનીમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. જે અંગે માણસા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:01 pm IST)