ગુજરાત
News of Thursday, 12th July 2018

તારાપુરના કસ્બારામાં કુવામાં પડેલ મગરને 18 કલાકના રેસ્ક્યુ બાદ બહાર કાઢવામાં આવી

આણંદ: જિલ્લાના તારાપુર તાલુકાના કસ્બારા ગામે બાબરી માતાના મંદિર નજીક આવેલ એક હવડ કૂવામાં અકસ્માતે પડી ગયેલ ૫ ફૂટ લાંબા મગરને તારાપુર વન વિભાગ તેમજ નેચર હેલ્થ ફાઉન્ડેશનના કાર્યકરોએ ૧૮ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ કૂવામાંથી બહાર કાઢી મગરને સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 


તારાપુર તાલુકાના કસ્બારા ગામે બાબરી માતાના મંદિર પાસે ૩૫ ફૂડ ઉંડો હવડ કૂવો આવેલ છે. મંગળવાર સાંજના સુમારે ગ્રામજનોને આ હવડ કૂવામાં એક ૫ ફૂટનો મગર હોવાનું જાણમાં આવતા ગ્રામજનોના ટોળેટોળા હવડ કૂવા ખાતે ઉમટી પડયા હતા. દરમ્યાન આ વાતની જાણ ગામના સરપંચને થતા ગામના સરપંચે તારાપુર વન વિભાગ તથા નેચર હેલ્થ ફાઉન્ડેશન વલ્લભવિદ્યાનગરને ફોન કોલથી જાણ કરતા વન વિભાગ તેમજ સામાજિક સંસ્થાની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. 

(5:59 pm IST)