ગુજરાત
News of Thursday, 12th July 2018

ઠાસરા તાલુકા નજીક વિકાસના કામોમાં ગોલમાલ કરાયું હોવાનું હિસાબી ચોપડે બહાર આવતા ગ્રામજનોએ પગલાં લીધા

ઠાસરા:તાલુકાના એક ગામે વિકાસના કામો અંતર્ગત વિવિધ વિકાસનાકામો કરાવવામાં આવ્યા છે.જેમાં પંચાયતના સ્વભંડોળમાંથી લાભાર્થીઆને વિવિધ રીતે ચુકવણુ કરી દેવામાં આવ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ.જાગૃત લાભાર્થીએ આ અંગે તપાસ કરવામાં આવતા હિસાબી ચોપડામાં ગોલમાલ બહાર આવી છે.

 


ઠાસરા તાલુકાપંચાયત દ્વારા વિવિધ વિકાસના કામો માટે  જે તે પંચાયતને ભંડોળ ફાળવવામાં આવ્યુ છે.જેમાં રસુલપુરા ગામે નરેગા અને મનરેગા યોજના અંતર્ગત બાગાયતી કામ કરાવવામાં આવ્યું હતુ. તેમાં લાભાર્થીઓને એક ફોમ આપવામાં આવ્યુ હતુ અને તેમા સહી કરવાનુ કહેવામાં આવ્યુ હતુ ત્યાર બાદ ખાતામાં પૈસા આવે એટલે તેમાંથી રૃા-૫૦૦ પાછા જે તે અધિકારીને આપવાના રહેશે.તેમ કહેવામાં આવ્યુ હતુ.જેમાં લાભાર્થીઓના ખાતામાં બે વાર પૈસા પણ આવ્યા અને તે પાછા અધિકારીઓને પણ આપવામાં આવ્યા.કોઇ પણ જાતનુ બાગાયતી કામ કરવામાં આવ્યું ન હતુ.તેમ છતા પૈસાનો બારેબાર વહીવટ થતો હોવાનુ સ્પસ્ટ  ઉજાગર થાય છે.જાગૃત લાભાર્થી દ્વારા આ અંગેની તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી ઠાસરાને રજૂઆત પણ કરવામાં આવી હતી.તેમ છતા છડેચોક ભ્રષ્ટાચારને ઢાકવા માટે તપાસ કરતા નહોવાનુ ગ્રામજનો કહી રહ્યા છે.

(5:59 pm IST)