ગુજરાત
News of Thursday, 12th July 2018

વડોદરાના નવાપુરમાં રોગચાળો વકરતા વધુ એકનું મોત

વડોદરા:શહેરના નવાપુરા વિસ્તારમાં રોગચાળાનો વાવર વકર્યા બાદ શહેરના બીજા વિસ્તારો કારેલીબાગ, નવીધરતી, શિયાબાગ, વારસીયા, ગાજરાવાડી અને છાણીમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં કોલેરાના ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોગચાળામાં સંકાસ્પદ કોલેરાથી એકનું મોત થયું છે. જેના કારણે મૃત્યુ આંક છ પર પહોચ્યો છે.

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં ૪૦ વર્ષની મહિલાનું શંકાસ્પદ કોલેરાથી મોત થયું છે. જોકે આ મામલે તંત્ર દ્વારા હજી સત્તાવાર સમર્થન અપાયું નથી.
શહેરના છાણી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં સંખ્યાબંધ લોકોને ઝાડાની ફરિયાદ છે ગંદા પાણીને ઝાડાના કેસો નોંધાયા છે. આમ છતાં રોગચાળા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે છાણી વિસ્તારમાંથી પણ પાણીના  નમૂના લેવાની સૂચના અપાઇ છે.
મ્યુનિ.કોર્પો. નવાપુરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ગંદા પાણીના ફોલ્ટને શોધવા માટે પ્રયાસો કરે છે જ્યાં જરૃર જણાય ત્યાં કનેક્શનો કાપીને નમૂના તપાસવામાં આવી રહ્યાં છે. કોર્પો દ્વારા જે નમૂના લેવાય છે તે તમામ પાણીમાં મળતા અંશો જોવા મળતાં તે પી શકાય તેવું જણાયું નથી.

(5:58 pm IST)