News of Thursday, 12th July 2018
વડોદરામાં ધો.6માં અભ્યાસ કરતા બાળકને અન્ય બાળકે મર્ડર કરવાની ધમકી આપતા ચકચાર
વડોદરા:શહેરના વીઆઈપી રોડ પરની અંબે સ્કૂલમાં ધો.૬માં અભ્યાસ કરતા એક બાળકને તેના જ ક્લાસના એક બાળકે મર્ડર કરવાની ધમકી આપતા આ બાળકના માતા પિતા ચોંકી ઉઠયા હતા. બાળકને ક્લાસમાં વાતચીત દરમિયાન તેની સાથે જ બેસતા અન્ય એક બાળકે ધમકી આપી હતી કે મેં તેરા મર્ડર કર દુંગા.ગભરાઈ ગયેલા બાળકે ઘરે જઈને તેના માતા પિતાને આ વાતની જાણ કરી હતી.
બરાનપુરા વિસ્તારની ભારતી સ્કૂલમાં ધો.૯ના વિદ્યાર્થીની સ્કૂલમાં જ ભણતા સગીરે હત્યા કરી હોવાની ઘટના તાજી જ છે ત્યારે આ વાત સાંભળ્યા બાદ ચોંકી ઉઠેલા તેના માતા પિતાએ મંગળવારે સ્કૂલ સંચાલકો સાથે ટેલિફોન પર વાત કરી હતી.એ પછી બાળકના માતા પિતા અને પરિવારજનો આજે શાળાના આચાર્યને મળવા માટે ગયા હતા.
(5:58 pm IST)