ગુજરાત
News of Thursday, 12th July 2018

વાપીમાં ઉછીના પૈસાની ઉઘરાણી કરતા શખ્સે બદલામાં ધમકી આપતા પોલીસ ફરિયાદ

વાપી:માં રહેતા શખ્સે મુંબઈમાં દુકાન લેવા ઉછીના લીધેલા  રૃ.૫૦ લાખ વારંવાર માંગણી કરવા છતાં નહીં અપાતા ઉછીના  નાણાં આપનાર શખ્સે  છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવી છે. રૃ. ૫૦ લાખ માટે આપેલા ૪ ચેકો પણ બાઉન્સ થયા હતા.

 


વાપીન ભાગ્યોદય સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ ભારતસિંહ પરમારની ગુંજન વિસ્તારમાં રહેતા કમલેશ રમણીભાઈ શાહ સાથે ઓળખાણ થયા બાદ કમલેશ શાહ અને નરેન્દ્રસિંહ પરમારે બેથી ત્રણ જમીનનો સોદો કર્યો હતો. બાદમાં બંનેએ પ્લાસ્ટિકના દાણાનો વેપાર શરૃ કર્યો હતો. થોડા સમય બાદ કમલેશે મુંબઈમાં ધંધો શરૃ કરવા દુકાન લેવાની વાત કરી નરેન્દ્રસિંહ પાસેથી જુદા-જુદા સમયે કુલ રૃ.૫૦ લાખ લીધા હતા.

કમલેશે રોકડા રૃ.૫૦ લાખ લીધા બાદ મુંબઈમાં કોઈપણ દુકાન નહીં ખરીદતા નરેન્દ્રસિંહે આપેલા નાણાંની વારંવાર માંગણી કરી હતી.  કમલેશે યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના ૪ જુદા-જુદા ચેકો આપ્યા હતા. આ ૪ ચેકો સપ્ટેમ્બર ૨૦૧૭માં બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયા હતા. નરેન્દ્રસિંહ કમલેશને બાકી નીકળતા નાણાં આપવા માટે વારંવાર રજૂઆત કરતા તેણે તમારાથી થાય તે કરી લો અને તમોને ખોટા કેસમાં સંડોવી દઈશ એવી ધમકી આપી હતી.

કમલેશે ભાગ્યદય સોસાયટીમાં રહેતા હકુભા ધાખડા પાસેથી પણ રોકડા રૃ.૪ લીધા બાદ રકમ પરત કરી ન હતી. આ મામલે નરેન્દ્રસિંહ પરમારની પત્ની નિર્મલાબેન પરમારે વાપી ટાઉન પોલીસમાં કમલેશ શાહ વિરૃદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી હતી.

(5:58 pm IST)