ગુજરાત
News of Thursday, 12th July 2018

મોવલિયાનીમુખ્યમંત્રી સાથે આરોગ્યને લઈને ચર્ચા

 આંતરાષ્ટ્રીય સ્તરે સેવાકીય પ્રવૃતિમાં શિરમોર લાયન્સ ઈન્ટરનેશનલ વિવિધ ક્ષેત્રે નોંધનીય કાર્ય કરે છે. કુદરતી આફત હોય કે રોગચાળો ફાટી નીકળ્યો હોય લાયન્સના સદસ્યોની સેવા અવશ્ય જોવા મળે છે. ગુજરાત રાજયમાં બહેરા-મૂંગા બાળકો સાંભળી શકે અને બોલી શકે તે માટે ચંદ્રકાન્તભાઈ દફતરીના નેજા હેઠળ સિગ્નેચર પ્રોજેકટ ચલાવવામાં આવે છે. જેમાં બહેરા બાળકો સાંભળી શકે અને મૂંગા બોલતા થઈ જાય તે માટેનું સ્પેશ્યલ ઓપરેશન કરાવવામાં આવે છે. આ પ્રોજેકટ અંતર્ગત અને આરોગ્ય બાબતે ડિસ્ટ્રિકટ ૩૨૩૨-જેના ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરી અને લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ વસંતભાઈ મોવલિયાએ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં લાયન્સના આગામી પ્રોજેકટ બાબતે રજુઆત કરવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણીએ સકારાત્મક અભિગમ દાખવ્યો હતો આ બાબતે રાજયકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સાથે પણ આ બને મહાનુભાવોએ મુલાકાત કરી હતી.

(2:41 pm IST)