ગુજરાત
News of Thursday, 12th July 2018

ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત :મેયર બિજલબેનના હસ્તે ધ્વજારોહણ

આરતીમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર રહ્યા

અમદાવાદ :ભગવાન જગન્નાથજી આજે બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે નિજ મંદિરે પરત ફર્યા છે. હજારો લોકોની હાજરીમાં ભગવાનનું સ્વાગત કરાયું હતું  ધામધૂમથી આરતી થઇ. ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાયો હતો  મેયર બીજલબહેન પટેલના હસ્તે મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું .

   આરતીમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા. ત્યાર બાદ વિશિષ્ટ પૂજા અને નેત્રોત્સવ વિધિ યોજાઇ હતી. પ્રભુ મંદિરમાં પરત ફર્યા તેની ખુશીમાં આજે કાલી રોટી ધોળી દાળનો ભંડારો યોજાયો હતો.

(1:56 pm IST)