News of Thursday, 12th July 2018
વડોદરામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર અઢી ઈંચ વરસાદ
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા :અનેક વાહનો ચાલકોને મુશ્કેલી
વડોદરાના આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહયો છે ગઈકાલે સમી સાંજથી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને આજે સવારે પણ ચાલુ જ હતો. શહેરમાં 2.5 ઇંચ વરસાદને કારણે એકબાજુ લોકોમાં ઉત્સાહની લાગણી છે જ્યારે બીજી બાજુ જનજીવન પર અસર પડી હતી. શહેરના નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં અને ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો.
છેલ્લાં ઘણાં દિવસોથી લોકો ઉકળાટથી હેરાન થઇ ગયા હતાં ત્યારે મંગળવારની રાતથી મેઘરાજાની પધરામણી થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા ઉપરાંત તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી.
(12:58 pm IST)