ગુજરાત
News of Thursday, 12th July 2018

ભાજપે ચુંટણીલક્ષી તૈયારી આગળ વધારી : આજે પ્રદેશમાં બેઠકોનો દોર

અમદાવાદ તા. ૧૨ : પ્રદેશ  ભાજપ મીડીયા સેલની યાદી જણાવે છે કે આજે પ્રદેશ કાર્યાલય શ્રિ કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાાઘણીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, રાષ્ટ્રિય ઉપાધ્યક્ષશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહમંત્રીશ્રી વી. સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા ની ઉપસ્થિતીમાં પ્રદેશ બેઠક રાખવામાં આવેલ છે. બપોરે ૨.૦૦ કલાકે શરૂ થશે પુર્ણ થશે. આ પ્રદેશ બેઠકમાં પ્રદેશ કોર ટીમના સભ્યશ્રીઓ , પ્રદેશ હોદ્દેદારશ્રીઓ , મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ  તેમજ  જીલ્લા/ મહાનગરના પ્રભારી - પ્રમુખ મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.

ઉપરાંત પ્રદેશ બેઠક બાદ સાંજે ૪.૦૦ કલાકથી પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રિય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતીમાં ભાજપાના તમામ મોરચા ના પ્રદેશ હોદ્દેદાર ોની બેઠક રાખવામાં આવી છે.

આ બેઠકમાં વિવિધ આગામી કાર્યક્રમો જેવા કે , સુજલામ સુફલામ જળ હભિયાન દરમ્યાન ઉંડા તળાવો અને ચેકડેમો ના સ્થળો પર જળ પૂજનના કાર્યક્રમો, વૃક્ષારોપણ તેમજ ગૂરૂપૂર્ણિમા નિમિત્તે કરવાના કાર્યક્રમો બાબતે પણ આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આગામી લોકસભા - ૨૦૧૯ ચૂંટણીના સદર્ભમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન તેમજ સંગઠનાત્મક બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

(11:29 am IST)