ગુજરાત
News of Thursday, 12th July 2018

ધંધુકા-બગોદરા હાઇવે પર એસટીની સ્લીપર કોચ ખાડામાં ખાબકી :એક બાળકીનું મોત:12 લોકોને ઇજા

ગુંદી ફાટક નજીક 15 ફૂટ ઊંડા ખાડામાં બસ ખાબકતા બે વર્ષનું બાળકીનું ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું

 

અમદાવાદઃધંધુકા-બગોદરા હાઈ-વે પર  ગુંદી ફાટક નજીક સ્લીપર એસ.ટી કોચ બસે પલ્ટી ખાતા એક બાળકીનું મોત નીપજ્યું છે જયારે 12 લોકોને ઇજા પહોંચી છે અમદાવાદથી ભાવનગર જતી બસ એકાએક પલ્ટી ખાઇ ગઇ હતી.પલ્ટી થયેલી બસ રોડ પાસે આવેલ 15 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી ગઇ હતી.

  ઘટનામાં અનેક મુસાફરોને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાં 12 જેટલાં લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.જેમાં એક બે વર્ષની નાની બાળકીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. ઘટનાસ્થળેથી બાળકીનો મૃતદેહ પણ બહાર કઢાયો છે. જો કે ઘટનાની જાણ થતાં 108 અને પોલીસનો મોટો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે

(9:17 am IST)