ગુજરાત
News of Thursday, 12th July 2018

ધરમપુર અને ચીખલીમાં સાત ઇંચ ખાબક્યો :બારડોલી-નવસારીમાં છ ઇંચ :ખેરગામ અને જલાલપોરમાં પાંચ ઇંચ અને વધઈ વાંસદામાં ચાર ઇંચ વરસાદ

સુરત :દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે બુધવારે સમગ્ર દિવસ દરમ્યાન વલસાડના ધરમપુર અને નવસારીના ચીખલીમાં સૌથી વધુ પોણા સાત ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત બારડોલી અને નવસારી શહેરમાં 6 ઈંચ, ખેરગામમાં 5.5 ઈંચ, જલાલપોરમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત ડાંગના વઘઈમાં 4.75 ઈંચ, અને વાસંદામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 8 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. તેમજ 60થી વધુ તાલુકા એવા છે કે જ્યાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

(12:13 am IST)