News of Thursday, 12th July 2018
અમદાવાદના ધોળકા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ
નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા :વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદના ધોળકા પંથકમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ થયો હતો. ધોળકામાં સેવાસદન, પોલીસ સ્ટેશનથી ખાન મજીદ જવાનો રોડ પર, મહમદી સ્કૂલ સહિત ધોળકા બજાર, ગાયત્રી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, રસ્તા વચ્ચે રિક્ષા બંધ પડી જતા ધક્કો મારવાની ફરજ પડતા નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુક્યા હતા.
(12:28 am IST)