ગુજરાત
News of Thursday, 12th July 2018

પાદરામાં સમીસાંજે બે કલાક ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

 

વડોદરાના પાદરામાં સમી સાંજે વાતાવરણ ઘેરાયું હતું. ઠંડા પવન સાથે મેઘરાજાનું આગમન થતા વરસાદમાં ઠંડક પ્રસરી ગઇ છે. બે કલાક સુધી ધોધમાર વરસાદ વરસવાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. રોડ પર એક એક ફૂટ સુધી પાણી ભરાઇ જતા પાદરાના પતળિયા હનુમાન રોડ, ક્રિશ્ના રેસિડેન્સી, હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે.

(12:30 am IST)