ગુજરાત
News of Thursday, 12th July 2018

''નિર્ભય સવારી ''ખાનગી વાહનોમાં મુસાફરી કરતા લોકો માટે ગુજરાત પોલીસની અનોખી પહેલ

વડોદરાના સમંદરભાઈની રિક્ષામાં ભુલાયેલી બેગ યુનિક નંબરના આધારે પોલીસે પરત મેળવી આપી

 

વડોદરા ;ગુજરાત પોલીસે ખાનગી વાહનોંમાં મુસાફરી કરતા નાગરિકોનું સુરક્ષા માટે અનોખી પહેલ કરતા નિર્ભય સવારી નામે અનોખો પ્રોજેક્ટ શરૂ કર્યો છે ખાનગી વાહનોમાં છેડતી,ચોરી,લૂંટ જેવા બનાવો અટકાવવા અને મુસાફરોની સલામત સવારી માટે પોલીસ દ્વારા શરુ કરાયેલ નિર્ભય સવારી પ્રોજેક્ટ અંતગર્ત તમામ ખાનગી પેસેન્જર વાહનોનો ડેટા એકત્રિત કરીને દરેક વાહનને યુનિક નંબર આપવામાં આવે છે

  વડોદરા ખાતે સમંદરભાઈનું રિક્ષામાં ભુલાયેલ બેગ નિર્ભય સવારીના યુનિક નંબર પરથી વડોદરા શહેર પોલીસે પરત મેળવી આપી છે

(1:00 am IST)