ગુજરાત
News of Wednesday, 12th June 2019

બનાસકાંઠાના દિયોદરના પીએસઆઇ જેઠવા દારુના કેસમાં 20 હજારની લાંચ લેતા ઝડપાયા

રિમાન્ડ વેળાએ હેરાન નહીં કરવા અને જમીન મળી જાય તેવી કાર્યવાહી કરવા લાંચ માંગી

 

બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે. જેઠવા 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

   અંગે મળતી વિગત મુજબ શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પ્રધુમ્ન સિંહ જુવાન સિંહ જેઠવાને દીયોદર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીએસઆઇ તરીકેનો ચાર્જ પણ સોંપાયો હતો. દારુના એક કેસમાં ફરિયાદી સામે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાર બાદ દારુના કેસના આરોપી સામે ઢીલી કાર્યવાહી કરવા, રિમાન્ડ દરમિયાન હેરાન નહીં કરવા અને આરોપીને જામીન મળી જાવ તેવી દસ્તાવેજી કાર્યવાહી કરવા માટે 20 હજાર રૂપિયાની લાંચ પીએસઆઇ જેઠવાએ માંગી હતી. જો કે જાગૃત નાગરિક માટે લાંચ આપવા માગતા હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીએ છટકું ગોઠવી ગઇકાલે પીએસઆઇ જેઠવાને દિયોદર પોલીસ સ્ટેશનમાં 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા હતા. ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી તરીકે બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ કે.જે. પટેલ તથા પોલીસ સ્ટેશનની ટીમ અને સુપરવિઝન અધિકારી તરીકે એસીબી બોર્ડર એકમ (ભુજ) નાં મદદનીશ નિયામક કે.એચ. ગોહીલે કામગીરી કરી હતી.

(10:48 pm IST)