ગુજરાત
News of Wednesday, 12th June 2019

મહેમદાવાદની ખાત્રજ ચોકડી નજીક બાઈક-એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

મહેમદાવાદ: તાલુકાના ખાત્રજ ચોકડી નજીક રોડ ક્રોસ કરતાં એક્ટિવાને બાઈકચાલકે અડફેટે લેતાં વૃદ્ઘ ચાલકનું ગંભીર ઈજાઓ થવાને કારણે સારવાર દરમિયાન મોત થયું હતુ જ્યારે બાઈક ચાલકને ઈજાઓ પહોંચી હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના ખાત્રજમાં રહેતાં ઉદેસિંહ શનાભાઈ ચૌહાણ (ઉં.વ ૭૬) ગત શનિવારના રોજ પોતાનું એક્ટિવા નં જીજે ૦૭ બીજે ૯૮૧૧ લઈ ખાત્રજ ચોકડી નજીક આવેલ શંકર હોટલ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે પસાર થતાં મોટરસાઈકલ નં જીજે ૦૭ સીપી ૫૪૯૫ ના ચાલકે ઉદેસિંહ ચૌહાણની એક્ટિવાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાઈકચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક્ટિવા ચાલક ઉદેસિંહ ચૌહાણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જો કે ઈજા ગંભીર હોઈ તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

(5:36 pm IST)