News of Wednesday, 12th June 2019
વડોદરા: રેલવે સ્ટેશન પર પાણીની બોટલ લેવા ઉતરવું શખ્સને ભારે પડ્યું: 6.40 લાખની ચોરી કરી ગઠિયો ફરાર
વડોદરા:રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનના રિઝર્વેશન કોચમાંથી રૃા.૬.૪૦ લાખ કિંમતના સોના-ચાંદીના દાગીના, મોબાઇલ સહિતની મત્તા મુકેલું પર્સ આંચકી ગઠિયો ફરાર થઇ ગયો છે.
વેસ્ટ મુંબઇમાં મીનીલેન્ડ પાસે ડાર્લીંગ એપાર્ટેમેન્ટમાં રહેતા આશીષ શંકર માલીવાલ રિલાયન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમને વડોદરા રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દાહોદમાં બહેનના દિયરના લગ્નપ્રસંગમાં પત્ની આસ્થા સાથે આવ્યા હતા અને લગ્નપ્રસંગ પૂર્ણ થતાં દાહોદ રેલવે સ્ટેશન પરથી જયપુર-મુંબઇ સુપરફાસ્ટ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી મુંબઇ પરત જતા હતાં.
(5:32 pm IST)