ગુજરાત
News of Wednesday, 12th June 2019

અમદાવાદના સૌથી જુના એલીસબ્રિજ ઉપરના માણેકબ્રર્જની પાસે મૃતદેહના અવશેષો મળ્યાઃ સળગાવીને હત્યા કર્યાની પોલીસને આશકા

અમદાવાદઃ અમદાવાદના સૌથી જુના અને ઐતિહાસિક એવા એલિસ બ્રિજ પર આવેલા માણેકબુર્જની પાસેથી આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષોને જોતા કોઇ વ્યકિતની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ મૃતદેહના બાકીના અવશેષો શોધવા માટે પોલીસ દ્વારા નદીમાં તેમજ બ્રિજની નીચેના ભાગે તપાસ કરવામાં આવી રહી છે. દરવખતની જેમ આ વખતે પણ પોલીસ તપાસમાંથી હાથ અદ્ધર કરવા એકબીજા પોલીસ સ્ટેશની હદનો વિવાદ કરવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધ તપાસ હાથ ધરી છે.

આજે સવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી થોડે દુર એક વ્યકિતની સળગેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ મૃતદેહના અવશેષો મળતાની સાથે એલિસબ્રિજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ મૃતદેહના બે ટુકડા મળી આવ્યા, હતા. જેમાં નદીના ભાગ તરફથી મળેલા મૃતદેહનો ટુકડો સળગેલો હતો. જ્યારે મૃતદેહનો અન્ય ટુકડો માણેકબુર્જ પાસેથી મળી આવ્યો હતો.

આ વિશે હવેલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.તડવીએ જણાવ્યું કે, મૃતદેહના અવશેષો શોધવા નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોઇને ક્રાઇમ બ્રાન્ચ પણ ત્યાં પહોંચી હતી. હજી સુધી આ હત્યા કઇ રીતે કરવામાં આવી અને આ મૃતદેહ કોનો છે તેની પોલીસને જાણ થઇ નથી. પરંતુ અત્યંત ગંભી રગણાતી આ ઘટનામાં પોલીસ હાલ આખા મૃતદેહને ભેગો કરવા માટે પ્રયાસ કરી રહી છે.

(6:17 pm IST)