ગુજરાત
News of Wednesday, 12th May 2021

નર્મદા જિલ્લાને બુધવારે વધુ ૨૦૦ ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો મળતા મોટી રાહત

નર્મદા જિલ્લામાં હાલની સ્થિતિએ ૧ હજાર લીટરની ૨ પોટા ટેન્ક, ૨૦૦ લીટરની ૩ ડ્યુરા ટેન્ક અને કુલ-૯૦૦ જેટલાં ઓક્સિજન સિલીન્ડરની સુવિધા ઉપલબ્ધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા  જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના પોઝિટીવ દરદીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરીયાતવાળા દરદીઓ માટે જિલ્લામાં પૂરતાં પ્રમાણમાં ઓક્સિજનની જથ્થા ઉપલબ્ધિ માટે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ દ્વારા થઇ રહેલાં સતત પ્રયાસોના ફલ સ્વરૂપે નર્મદા જિલ્લાને તા. ૧૨ મી મે ના રોજ એક્સપ્રેસ કેન્ટો-કચ્છ તરફથી વધુ ૨૦૦ જેટલા ઓક્સિજનના સિલીન્ડરનો જથ્થો  પ્રાપ્ત થયો છે, રાજપીપલાની કોવિડ૧૯ હોસ્પિટલ ખાતે આજે પ્રાપ્ત થયેલ આ જથ્થામાંથી દેડીયાપાડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલને -૫૦ સિલીન્ડર, ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીક્ટ  હોસ્પિટલને -૫૦ સિલિન્ડર તેમજ સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્રને-૫૦ સિલિન્ડર અને તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રને-૫૦ સિલિન્ડરનો જથ્થો  ફાળવવામાં  આવ્યો છે

(11:18 pm IST)